News Books

રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

rupano khajano chhe to tare paisa (28 Oct 01:43 a.m.) કભી કભી - દેવેન્દ્ર પટેલ મનજીતની દુકાને એક દિવસ મીનુ અરોડા નામની યુવાન વિધવા આવી હરિયાણાના સિરસા જિલ્લાનું નટાર ગામ. આ ગામના વતની સતપાલસિંહ અને મનજીતસિંહ- એ ભાઇઓએ સિરસાના જનતા ભવન રોડ પર પેસ્ટિસાઇડસની એક દુકાન ખોલી હતી. સતપાલસિંહ વેપાર કરતો અને મનજીતસિંહ જમીનો તથા મકાનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હતો. બંને ભાઇ પરણેલા હતા. મનજીતસિંહનું લગ્ન અમરજીત કૌર નામની મહિલા સાથે થયું હતું. લગ્ન બાદ અમરજીત કૌર બે બાળકોની માતા પણ બની હતી. મોટી દીકરીનું નામ નવદીપ કૌર અને નાનકડા દિકરાનું નામ સહજપાલ રાખવામાં આવ્યું હતું. એક દિવસ મનજીતસિંહ એકલો જ દુકાન પર બેઠેલો હતો. એવામાં એક મહિલાએ આવીને કહ્યું : 'મારે મનજીતસિંહને મળવું છે.' મહિલાનો મધુર અવાજ સાંભળીને મનજીતસિંહ ભાવવિભોર થઇ ગયો. એણે દુકાનમાં એક નાનકડી કેબિન બનાવી રાખી હતી. એ આવેલી મહિલાને તેની કેબિનમાં લઇ ગયો અને કહ્યું : 'બોલો મેડમ! શું સેવા કરી શકું?' મહિલાએ કહ્યું: 'મારું નામ મીનુ અરોડા છે. મારે એક મકાન વેચવું છે. કેટલાક સમય પહેલાં મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. એ મકાન માટે અમે લોન લીધી હતી. પણ હવે હપતા

Next Page

Next 3 News :

More Stories
comments powered by Disqus

More Categories